પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાર અને પ્રતિવારનો સિલસિલો ચાલી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ પછી સોમવારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં પોતાના પક્ષની ઉપલબ્ધિ ગણાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે ઉઠાવેલા સવાલો વિષે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે,’ ગૃહપ્રધાનને જુઠ્ઠું બોલવું શોભા નથી આપતું. હું તેમના સવાલોના જવાબ કાલે આપીશ. ભાજપ ચીટિંગબાજ પક્ષ છે, રાજકારણ માટે તે કાંઈ પણ કરી શકે છે.’મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રમ ફેલાવી રહી છે. મમતાએ કહ્યું કે ૨૮ ડિસેમ્બરે તેઓ એક વહીવટી બેઠકમાં ભાગ લેવા બીરભૂમ જશે અને ૨૯ તારીખે ત્યાં રેલી કરશે. બીરભૂમના બોલપુર ખાતે અમિત શાહે રવિવારે રોડ શો કર્યો હતો. રોડ શો કર્યા પછી અમિત શાહે જણાવ્યું હતું કે બંગાળ શિક્ષણ, આરોગ્ય અને વિકાસ મોરચે પીછેહટ કરી રહ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર, કુટુંબવાદ અને રાજકીય હિંસામાં નંબર વન બની ગયું છે. પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે,’ ખોટા તથ્યો બોલીને અમિત શાહ બંગાળના લોકોનું અપમાન ના કરે.’