ચાર રાજ્યોમાં વિધાનસભાની ૪ સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો શુક્રવારે આવ્યા હતા જેમાં ઉત્તર પ્રદેશ અને ત્રિપુરામાં ભાજપનાં ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે ત્રિપુરામાં ડાબેરી પક્ષ LDFનાં ઉમેદવારે જીત મેળવી હતી. છત્તીસગઢનાં દંતેવાડામાં કોંગ્રેસ અને ભાજપનાં ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર હતી પણ કોંગ્રેસનાં ઉમેદવાર જીત્યા હતા. ૨૩ સપ્ટેમ્બરે યુપીની હમીરપુર, છત્તીસગઢની દંતેવાડા, કેરળની પાલા અને ત્રિપુરાની બાધરઘાટ સીટ માટે મતદાન યોજાયું હતું. હમીરપુરની સીટ પર ભાજપનાં યુવરાજસિંહની જીત થઈ હતી જ્યારે ત્રિપુરામાં બાધરઘાટ સીટ પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. પાલાની સીટ પર લેફ્ટ પાર્ટી એલડીએફનાં મણિ સી. કપ્પનનો વિજય થયો હતો. જો કે છત્તીસગઢની દંતેવાડા સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર દેવતી કર્મા જીત્યા હતા.