કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન ૧૬મા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે હવે કેન્દ્રમાં સત્તાધારી ભાજપે વિવાદાસ્પદ કૃષિ ખરડાઓ માટે સમર્થન ઊભું કરવા દેશભરમાં અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા કૃષિ કાયદાઓના સમર્થનમાં દેશના ૭૦૦ જિલ્લામાં ૭૦૦ પત્રકાર પરિષદ અને ૭૦૦ ખેડૂત ચૌપાલનું આયોજન કરાશે. આ અભિયાનમાં પાર્ટી દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારાશે. દેશવ્યાપી અભિયાનમાં કૃષિ કાયદાઓ સામે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓ દૂર કરવા માટે સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંની માહિતી પણ અપાશે. ભાજપ કૃષિ કાયદાઓ સંદર્ભે જનતાની ચિંતાઓ અને સવાલો દૂર કરવાના પ્રયાસ કરાશે. આ માટેની તૈયારીઓ શુક્રવારથી જ શરૂ કરી દેવાઇ છે.