ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે.
ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ તરીકે, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ભૂતપૂર્વ CM બાબુલાલ મરાંડીને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું જો કે આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખની બદલવાની જાહેરાત થઈ નથી જેથી ભાજપ આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ પ્રમુખ પાટીલના જ નેતૃત્વમાં લડશે તેવા પૂરા સંકેત છે.