પીએમ મોદીએ રાતોરાત નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરીને હલચલ મચાવી દીધી છે.
વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનુ કહેવુ છે કે, ભાજપની દાનત ચોખ્ખી નથી.યુપીમાં 2022માં યોજાનારી ચૂંટણી બાદ તે ફરી નવા કૃષિ કાયદા લાગુ કરી શકે છે.
અખિલેશે આ માટે રાજસ્થાના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને ભાજપના સાંસદ સાક્ષી મહારાજના નિવેદનનો હવાલો આપ્યો હતો.અખિલેશની પાર્ટી સમાજવાદી પાર્ટીએ પણ ટ્વિટર કર્યુ હતુ કે, ભાજપનુ દિલ સાફ નથી. ચુંટણી પછી ફરી બિલ લાવશે.ખેડૂતોની જુઠ્ઠી માફી માંગનારાઓની આ સચ્ચાઈ છે પણ ખેડૂતો યુપીમાં સત્તા પરિવર્તન કરવા મક્કમ છે.