અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ ભાજપને આડે હાથે લેતાં જણાવ્યું હતું કે, ભાજપ લોકતંત્રની મજાક બનાવી રહ્યુ છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માટે ખરીદ વેચાણ કરવામાં આવ્યું હતું.
75 વર્ષમાં અનેક સરકાર આવી પરંતુ આ ભાજપ સરકાર જેવી કોઈ સરકાર આવી નથી. ઘણાં નેતાઓએ ભાજપમાં પ્રવેશ લીધા બાદ જાણે વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે એવું લાગે છે. ભાજપ વોશિંગ મશીન નહિ પરતું 'વોશિંગ લોન્ડ્રી છે. ભાજપ મની , મેન પાવર અને મશીનરીનો દુરુપયોગ કરી રહી છે.'