ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે ચાર રાજ્યોના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અને ઠાકુર વિશ્વદીપ સિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ફિરોઝાબાદમાં ભાજપે વર્તમાન સાંસદ ચંદ્રસેન સિંહ જાદૌનની જગ્યાએ ઠાકુર વિશ્વદીપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.