ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી આજરોજ પ્રથમ વખત તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપા સુરત મહાનગર તેમજ સુરતના ભાજપાના ધારાસભ્યશ્રીઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ.
સી આર પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.