ગુજરાતમાં 17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે. 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી 4 ફેબ્રુઆરીએ યોજાશે. ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ત્રણ દિવસની પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠક શરુ થઇ છે. વિધાનસભા ચૂંટણી 2017 પછી ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભગવો લહેરાવવા વ્યૂહરચના ઘડાશે. વિધાનસભામાં 150 પ્લસથી વંચિત ભાજપ હવે મિશન ગામડાંથી કોંગ્રેસમુક્ત ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.