૧૭મી લોકસભાની ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાની કવાયત અંતર્ગત ગુરુવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે પાર્ટી નેતાઓની બેઠકમાં ભાજપને જનતા સમક્ષ ઉઘાડો પાડવા આંદોલનકારી એજન્ડા અપનાવવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર કોંગ્રેસની ધીરજની પરીક્ષા લઈ રહી હતી. દેશની આર્થિક સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અત્યંત ભયજનક રીતે તેને મળેલા જનાદેશનો દુરુપયોગ કરી રહી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકારના શાસનમાં લોકશાહી બરબાદીની કગાર પર પહોંચી છે.