રાજ્યમાં કોરોના મહામારીએ ભારે માઝા મૂકી છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય કવરેજ કરનાર એક ખાનગી ટીવી ચેનલના પત્રકાર અને કોરોના વોરિયરને કોરોના પોઝીટીવ જાહેર થતાં સચિવાલયમા, ગાંધીનગર ભાજપમાં અને ગાંધીનગરના મેયર કાર્યાલયમાં ભારે હડકંપ મચી ગયો છે.
કોરોના અંગેની માહિતી આપનાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની મિડિયા બ્રિફિંગમાં આ ટીવી પત્રકાર નિયમિત હાજરી આપતા હોવાથી વધુ ચિતાજનક સ્થિતી પેદા થઇ હતી. આ પત્રકારની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ પત્રકાર જે ટીવી ચેનલમાં છે તેની ઓફિસ સે.11માં અખબાર ભવનમાં હોવાથી સત્તાવાળાઓ તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને તેની ઓફિસ સહિત સમગ્ર અખબાર ભવનને સેનિટાઇઝેશન કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સચિવાલયના કવરેજ માટે નિયુક્ત ટીવી ચેનલના પત્રકાર અને કોરોના વોરિયર આજે સવારે કોરોના પોઝીટીવ જાહેર કરાતાં તેમના પરિવારમાં ભય વ્યાપી ગયો હતો. કોરોના મહામારીના સમાચાર પોતાના ટીવી દર્શકો સુધી પહોંચાડનાર આ પત્રકાર સચિવ રવિના બ્રિફિંગમાં નિયમિત હાજર રહેતા હોવાથી તરત જ સરકારમાં પણ તેની જાણ કરાઇ હતી. આ પત્રકારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યકરો અને નેતાઓએ ગરીબોને રેશનીંગ કીટ વિતરણના જે કાર્યકર્મો યોજ્યા હતા તેના કવરેજ માટે પણ આ પત્રકારે કામગીરી બજાવી હતી અને તેમના ઇન્ટર્વ્યૂ કર્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરના મેયર રીટાબેન પટેલનો પણ આ પત્રકારે વન-ટ-વન ઇન્ટરર્વ્યૂ કર્યો હોવાથી તેમના સંપર્કમાં આવનાર ભાજપનના નેતાઓ અને મેયર તથા તેમની ઓફિસમાં પણ સમાચાર પહોંચતા ભારે હડકંપ મચી ગયો હતો.
દરમ્યાનમાં, આજે સવારે અખબાર ભવન ખાતે ફાયર બ્રિગેડની ગાડીઓ જંતુનાશક પ્રવાહી દવા સાથે પહોંચી હતી અને અખબાર ભવનને સેનેટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરી હતી. સત્તાવાળાઓએ આ ટીવી લાઇવ કવરેજ કરનાર પત્રકાર કોના કોના સંપર્કમાં આવ્યો તેની યાદી પણ તૈયાર કરીને એ તમામ પત્રકારો-નેતાઓ વગેરે.ના ટેસ્ટીંગ કરવામાં આવે તેમ છે. ગુજરાતમાં મિડિયા ક્ષેત્રે ફિલ્ડમાં ફરજ દરમ્યાન કોઇ પત્રકારને કોરોના થયો હોય તેવો આ પ્રથમ જ કિસ્સો છે.
દરમ્યાનમાં, ગાંધીનગર મહાનગરમાં સેક્ટર 11 ખાતેથી ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે તૈયાર કરેલ અનાજની કીટનું વિતરણ કરવા માટે માગણી મુજબનો જથ્થો વૉર્ડના પ્રમુખ તથા ઈન્ચાર્જશ્રીઓ ને આપવામાં આવ્યો તેમાં મહાનગર ના પ્રમુખ મહેન્દ્રપટેલ (દાસ), મેયર શ્રીમતી રીટાબેન પટેલ , ડે. મેયર નાજાભાઈ ઘાંઘર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, નીતિનભાઈ પટેલ, શંકરસિંહ રાણા, સંજીવમહેતા, મહામંત્રીઓ રુચિરભટ્ટ, પંકજજી ઠાકોર, કેતન પટેલ,જી કે પ્રજાપતિ કાર્તિક પટેલ અન્યકોર્પોરેટરો વગેરેની ઉપસ્થિતિમાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના લાઇવ કવરેજમાં પત્રકાર વિપુલ હાજર હોવાથી શક્ય છે કે ભાજપના આ તમાન નેતાઓના પણ ટેસ્ટીંગ થઇ શકે. અને તેમને પણ કોરોન્ટાઇન કરવા પડે.
Courtesy: GNS