રાજકીય પક્ષોને મળતા ડોનેશનના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાંથી નવા ખુલાસા થયા છે. ઓડિટ રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપને મળેલા દાનમાં 87 ટકાનો વધારો થયો છે, જે 3,967.14 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. શાસક ભાજપનો 2023-24નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
જો કે, છેલ્લાં નાણાકીય વર્ષની સરખામણીમાં, 2023-24માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનમાં ઘટાડો થયો છે. ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના રૂપમાં 1,294.14 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2022-23માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 2,360 કરોડ રૂપિયા મળ્યા