-
હમણાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ. 182માંથી ભાજપને 150 પ્લસને બદલે માત્ર 99 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. 99 બેઠકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે મળી તેનો ઇન્કાર ખુદ નીતિન પટેલ પણ કરી શકે તેમ નથી. નીતિનને મનગમતા ખાતાંઓ નહીં મળતાં નારાજ થયા છે. મંત્રી તરીકોનો ચાર્જ હજુ સંભાળ્યો નથી. ક્યારે સંભાળશે? દિલ્હી જાણે...! તેમની નારાજગીમાંથી એક વાત તેમના ટેકેદારોએ જાહેર કરી. ના..ના એવી કાઇ વાત કરી નથી કે નીતિન પટેલ પણ મશરૂમ ખાય છે....તેમણે દિલ્હીવાળાને ના ગમે એવી વાત કરી કે ભાજપને જે 99 બેઠકો મળી છે ને, તે અમારા પાટીદાર સમાજ કી આન-બાન ઓર શાન સમાન નીતિન પટેલને કારણે મળી છે....! સાંભળીને દિલ્હીવાળાના ટેકેદારોને તો પોતાના કાન પર પહેલા તો વિશ્વાસ જ ના આવ્યો કે તેઓ જે સાંભળી રહ્યાં છે તે સાચુ છે કે કેમ....અને વિશ્વાસ પણ ક્યાંથી આવે..? 99 બેઠકો મોદીને કારણે નહીં પણ મેહાણાના નીતિનભાઇને કારણે મળી તો વડાપ્રધાન દિલ્હીથી આવીને રોજ અલગ અલગ 4-4 સભાઓ સંબોધતા હતા તે શું હતું? ના..ના વડાપ્રધાન દિલ્હીમાં કેજરીવાલ હેરાન કરે છે તેથી કંટાળીને ગુજરાતમાં આંટો મારવા આવતા હતા? ના..ના વડાપ્રધાનને હોમ સિકનેસની જેમ ગુજરાત સિકનેસ છે એટલે વારંવાર આવતા હતા? ના...ના વડાપ્રધાન માત્ર મતદાન કરવા જ આવ્યાં હતા ? જો નીતિન પટેલ એટલા જ દમદાર, શાનદાર, જોરદાર અને વગદાર હોત અને તેઓ ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય નેતા છે તો 99 બેઠકો કેમ મળી? જો વડાપ્રધાનના આટલા પ્રયાસો પછી પણ 99 બેઠકો મળી તો નીતિન પટેલના પ્રયાસોથી ભાજપને કેટલી બેઠકો મળી હોત....? આંકડો ધારવાની છૂટછાટ. એટલું તો ખરૂ કે બોસ, 99 તો ના જ આવત....વધારે કે ઓછી.... ઓછી જ હોય ને...!!! તેમના કારણે ભાજપ જીત્યું હોય તો હાઇ કમાન્ડની તાકાત છે કે તેમના ખાતાંમાં ફેરફારો કરે? જેમણે નીતિનને સીએમ બનાવવાની માંગ કરી છે તેમણે ચૂંટણીમાં ભાજપને વોટ જ આપ્યો નહી હોય...
નીતિન પટેલની નારાજગી કે રાજીપો તેઓ જાણે. પણ સત્તા કેટલી મોટી ચીજ છે તે આના પરથી લોકોને સમજાય છે. ભલા માણસ જે ખાતાં મળે તે લઇ લો ને... એવું કામ કરો કે તેમને તેમના મૂળ ખાતાં પછી ધીમેથી આપી દેવાય. ના..ના શહેરી વિકાસ ખાતામાં શું દાટ્યું છે? સોનાની ઇંટ ? નાણા ખાતામાં એવું તે શું છે કે ના, મને તો આ જ જોઇએ...? ખાતાઓમાં કંઇક તો હશે અને છે. નહીંતર આટલી મોટી બબાલ ના થાય. નીતિન પટેલે હાર્દિકના જાહેર પત્રકાર પરિષદમાં આડે હાથે લઇને કહ્યું હતું કે-હાર્દિક તારા જેવાને મેં ઘણાને રસ્તા( સીધા કર્યા એમ વાંચવું ) દેખાડ્યા છે. ચૂંટણી પછી તું કયાંય ખોવાઇ જઇશ ખબર પણ નહીં પડે.....આજે તેમના એ શબ્દો તેમના પર બંધબેસ્તા થઇ રહ્યાં હોય તેમ હાઇકમાન્ડ દ્વારા નીતિન પટેલને ઘરનો રસ્તો દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો તો નથી ને? ચૂંટણી પછી નીતિનને ખોઇ નાંખવાનો કોઇ પ્રયાસ તો નથી ને? કેમ કે ચૂંટણી પછી હાર્દિક મેદાનમાં જ છે અને ફરી આંદોલનની તૈયારીઓમાં છે....