રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયું છે. અહીંની મગરવાડા, શેરપુરા અને વડગામ બેઠક બિનહરીફ રીતે ભાજપને ફાળે ગઈ છે. કોંગ્રેસના ડબલ મેન્ડેટ મળતાં ફોર્મ રદ કરાયા હોવાને કારણે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના વિખવાદે ત્રણ બેઠક ભાજપને આપી દીધી હતી.