ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું. દિલ્હીમાં ભાજપ હેડક્વારટર ખાતે આજે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું છે. પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીની ગૌરવશાળી યાત્રાના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ એ વાતની સાક્ષી પૂરે છે કે સેવા અને સમર્પણ સાથે કોઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે ભાજપને આકાર અને વિસ્તાર આપનારા અમારા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી જેવા અનેક વરિષ્ઠોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહ્યા છે.