પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજીની સામે ભાજપે પ્રિયંકા ટિબરેવાલને ઉતારવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસે તો મમતા બેનરજી સામે ઉમેદવાર ઉભો રાખવાની ના પાડી દીધી છે પણ ભાજપે અહીંયા મમતા બેનરજીને ટક્કર આપવાનુ નક્કી કર્યુ છે.આ બેઠક માટે 30 સપ્ટેમ્બરે મતદાન થવાનુ છે.ભાજપે મોટા નેતાઓને અહીંયા પ્રચાર કરવા માટે જવાબદારી પણ સોંપી છે.
41 વર્ષીય પ્રિયંકા ટિબરેવાલ વ્યવસાયે વકીલ છે અને તેઓ સુપ્રીમ કોર્ટે તેમજ હાઈકોર્ટમાં વકીલાત કરે છે.તેઓ ભાજપમાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે.2014માં તેમણે ભાજપ જોઈન કર્યુ હતુ.