બોલિવૂડની જાણીતી ગાયિકા અને ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ શનિવારે ભાજપમાં જોડાયા છે. આ સાથે જ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી ચર્ચા છે કે ભાજપ અનુરાધા પૌડવાલને લોકસભા ચૂંટણીની ટિકિટ આપશે. જાણકારોનું કહેવું છે કે પાર્ટી તેમને ચૂંટણી માટે મોટી જવાબદારી આપી શકે છે. તે પાર્ટીના સ્ટાર પ્રચારક અભિયાનનો ચહેરો બની શકે છે.