રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય બબાલમાં આજે ભૂકંપ સર્જાયો છે અને ભાજપે કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જાહેર કરેલી ઓડિયો ટેપ મુદ્દે ફોન ટેપિંગની CBI પાસે તપાસ કરાવવા માંગ કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર રાજકીય નાટક કરી રહી છે. તેમણે જણાવ્યું કે, રાજસ્થાનમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે. હાઈકમાન્ડથી લઈને હાઈકોર્ટ સુધી જંગ ચાલી રહ્યો છે. રાજસ્થાનમાં ગહેલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી જ શીતયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. સંબિત પાત્રાએ કોંગ્રેસે જાહેર કરેલી ફોન ટેપના મામલે CBI પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે સવાલ કર્યો છે કે, શું ફોન ટેપિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજસ્થાન સરકારે નિયમોનું પાલન કર્યું હતું કે કેમ?