ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર બી.એસ. યેદિયુરપ્પા શિકારીપુરા વિધાનસભાની બેઠકથી ચૂંટણી લડશે. દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપા અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 12મી મે 2018ના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરિણામ 15મેના રોજ જાહેર થશે.