ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 14 એપ્રિલે આંબેડકર જયંતિના દિવસે ભાજપના કોઈપણ નેતાને બાબાસાહેબની પ્રતિમા પર ફૂલહાર નહીં કરવા દેવા ચીમકી ઉચ્ચારી છે. ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ જિજ્ઞેશ મેવાણીની ચીમકી સામે પડકાર આપીને કહ્યું કે તેમને જે કરવું હોય તે કરી લે. કિરીટ સોલંકી ભાજપના કાર્યકરો સાથે અમદાવાદમાં સાળંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે.