કોરોના મહામારી વચ્ચે વડોદરામાં સેનીટાઈઝની કામગીરી મામલે વોર્ડ ઓફિસર અને સ્ટાફ સાથે ભાજપના નગર સેવક કલ્પેશ પટેલે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતુ. તેમણે અધિકારીઓ તેમના વોર્ડમાં સેનેટાઈઝર ન કરતા હોવાનો આક્ષેપ કરીને અધિકારીઓને અપશબ્દો સંભળાવી ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં તેમણે મહાનગપાલિકા સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતારી દીધો હતો અને અર્ધનગ્ન થઈ રોડ પર ઉભા રહી ગયા હતા અને તેમનો આ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે તેમના જ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ પણ ઘટના સ્થળે પહોંચી સમજાવટનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કલ્પેશ પટેલના પુત્ર વિદેશી આવ્યા હોવાથી હાલમાં તેમનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન છે. તેમ છતાં તેઓ બહાર આવ્યા તે અંગે પણ સવાલો ઉઠ્યા છે.