ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. નોંધનીય છે કે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક આવતીકાલથી પ્રચારના શ્રીગણેશ કરશે.
જ્યારે બીજી તરફ સીએમ રૂપાણી આઠેય બેઠક પર પ્રચાર કરશે. સીએમ રૂપાણી 28 અને 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરશે. તેમની સાથે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.
બીજી તરફ સરકારના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ 29 અને 30મી ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 23મી ઓક્ટોબરે ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 24-25 ઓક્ટોબર અને 30-31 ઓક્ટોબરે સભાઓ કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તમામ દિવસ પ્રચારમાં જોડાશે.