ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી નાણાપંચની રચના નથી થઈ. હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 2015 પછી રાજ્યમાં નવું નાણાપંચ બનાવવું જ પડશે, કેમ કે કેન્દ્રીય નાણાપંચે રાજ્ય સરકારને તાકીદ કરી છે. 15માં નાણાપંચની તાજેતરની મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી, જે બાદ હવે રાજ્ય સરકાર તાત્કાલિક નાણાપંચ રચવાની તૈયારી કરી દીધી છે. આજે ગુજરાત સરકારે પ્રદેશના મુખ્ય પ્રવક્તા અને સીનિયર નેતા યમલ વ્યાસને રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
સરકારે નવા વર્ષમાં ભાજપના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસને મોટી જવાબદારી સોંપી છે. યમલ વ્યાસને ગુજરાતના ચોથા નાણાંપંચના અધ્યક્ષની જવાબદારી સોંપી છે. મહત્વનું છે કે, આજે ગુજરાતના ચીફ સેક્રેટરી રાજકુમારે નૉટિફિકેશન જાહેર કર્યું હતુ, જેમાં ગુજરાત સરકારે યમલ વ્યાસને આ મોટી જવાબદારી સોંપી હોવાનું સામે આવ્યુ હતુ.