ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારની યાદી જાહેર કરી રહી છે અને ભાજપે શુક્રવારે ઉમેદવારી ચોથી યાદી જાહેર કરી હતી, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સામાચાર સામે આવી રહ્યા છે. જેમાં લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટએ આજે સવારે સોશિયલ મીડિયા પર આગામી લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ મુકતાની સાથે જ ભાજપમાં ફરી એકવાર જૂથ બંધી જાહેર થઈ છે. ઉલ્લેખનીય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભળકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા.