ભાજપના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે આજે સાંજે 6:30 વાગ્યે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપે કેન્સર પીડિત કુંવર સર્વેશને ટિકિટ આપી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ બેઠક પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું.