માણેકપુરા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના સાંસદ ભરતસિંહે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે તે ધારાસભ્ય સાથે મંત્રી પણ બનશે. અલ્પેશ ઠાકોર 50 હાજર કરતા વધુ મતથી જીતશે અને ચૂંટણી પ્રચાર પણ આજથી શરૂ કરી દીધો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે આમ હું કોઈની રાહ જોઇને બેસતો નથી પણ આજે અલ્પેશ મોડા આવતા હું માત્ર અલ્પેશની રાહ જોઈ ત્રણ કલાક બેસી રહ્યો છું. અલ્પેશને જીતાડવા કાર્યકર્તાઓને ભરતસિંહ ડાભીએ હાંકલ કરી હતી. જોકે અલ્પેશની રાધનપુરના ધારાસભ્યનું નિવેદન આપતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ પહેલા સાંસદે ભાજપના ધારાસભ્ય પદના ઉમેદવાર જાહેર કરતા ભાજપની શીસ્તના લીરેલીરા ઉડ્યા છે. શું ભાજપમાં હવે પાર્લામેન્ટરી બોર્ડનુ માત્ર નામ પુરતુ મહત્વ ? સાંસદે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ તરીકે પણ કર્યા જાહેર ત્યારે ભાજપ પાર્ટીમાં પહેલી વખત અજીબોગજીબ કિસ્સો બન્યો છે.
ભાજપ પાર્ટી શિસ્તની પાર્ટી તરીકે ઓળખાય છે. પરંતુ હવે પાર્ટીના શિસ્તમાં ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ભાજપની પાર્લામેન્ટરી બોડી નામ નક્કી કરે છે. નામ નક્કી કર્યા બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને મોકલવામાં આવે છે. પરંતુ રાધનપુર બેઠકને લઇને આ તમામ શિસ્તના ધજીયા ઉડાવાયા હતા. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને આગામી મંત્રી તરીકે સાંસદે જાહેર કર્યા છે. ત્યારે સાંસદના આ નિવેદનથી ભાજપના નેતાઓમાં ચર્ચા જાગી છે. ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.