તેલુગુદેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુએ ફરી એકવાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર શાબ્દિક હુમલા કર્યા છે. ચંદ્રાબાબુ નાયડુનો દાવો છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા મળવાની નથી. ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુનો દાવો છે કે આંધ્રપ્રદેશમાં ભાજપને એકપણ બેઠક મળવાની નથી.