ભાજપે 27 વર્ષ બાદ દિલ્હીમાં ફરી સત્તા મેળવી છે. આ પછી, બધાની નજર દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે અને શપથ ગ્રહણ સમારોહ ક્યારે યોજાશે તેના પર ટકેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ 14 ફેબ્રુઆરી પછી થઈ શકે છે. વાસ્તવમાં, PM મોદી 10 થી 13 ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર હશે અને 14 ફેબ્રુઆરીએ ભારત પરત ફરશે, મોદીના ભારત પરત ફર્યા બાદ જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.