મહારાષ્ટ્ર્માં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીસરકારે શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોરોના કાળમાં અને સામાન્ય દિવસોમાં સરકાર ચલાવવી અલગ વાત છે.
60 વર્ષીય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સપ્ટેમ્બરમાં રાજ્યમાં પીપીઈ કિટ્સ અને એન-95 માસ્ક ન મળ્યા, જે કારણે અમારા પર આર્થિક ભાર વધી ગયો છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર પાસે અમારા 38 હજાર કરોડ રૂપિયા બાકી છે, પરંતુ હજુ સુધી નથી મળ્યા. ઠાકરેએ કહ્યું કે નિસર્ગ વાવાઝોડું, વિદર્ભમાં પૂર અને ભારે વરસાદ જેવી કુદરતી મુશ્કેલીમાં પણ કેન્દ્ર સરકારે મદદ નથી કરી.