ભારતીય જનતા પાર્ટીએ માર્ચ-એપ્રિલમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપા મહાસચિવ અરુણ સિંહે રવિવારે કહ્યું કે તામિલનાડુમાં ભાજપા એનડીએના સહયોગી તરીકે લડી રહી છે અને અમે રાજ્યમાં 20 સીટો પર ચૂંટણી લડીશું. રાજ્યના અધ્યક્ષ એલ મુરુગન ધારાપુરમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા એચ રાજા કરઇકુડીથી ચૂંટણી લડશે. કેરળમાં ભાજપા 115 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે 25 સીટો 4 પાર્ટીઓ માટે છોડવામાં આવી છે. કેરળના ભાજપા પ્રમુખ સુરેન્દ્રન બે સીટો કાસરગોડની મેજેશ્વર અને કોન્ની સીટથી ચૂંટણી લડશે. અરુણ સિંહે કહ્યું કે ઇ શ્રીધરન કેરળની પલક્કડ સીટ પરથી મેદાનમાં ઉતરશે.
ભાજપાએ બંગાળના ત્રીજા ચરણની ચૂંટણી માટે 27 અને ચોથા ચરણ માટે 38 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપા મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ચાર લોકસભા સાંસદ પણ વિધાનસભાની ચૂંટણી લડશે. લોકસભા સાંસદ બાબલ સુપ્રિયો બંગાળની ચંડીતારા સીટથી લડશે. જ્યારે દિનહાટા સીટથી નિશીથ પ્રમાણિક, ચુનચુડા સીટથી લોકેટ ચેટરજી અને તારકેશ્વર સીટથી લોકસભા સાંસદ સ્વપન દાન ગુપ્તા ચૂંણી લડશે.