ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, એસ. જયશંકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, વિજય રૂપાણી સહિતના કુલ 40 નેતાનો સમાવેશ કરાયો છે.
આ સિવાય નીતીન ગડકરી, સ્મૃતિ ઈરાની, અર્જુન મુંડા, ભારથી પવાર, યોગી આદિત્યનાથ, ભજનલાલ શર્મા, દેવેન્દ્ર ફડણવીસ, મોહન યાદવ, હિમંત બિસ્વ સરમા, કે. અન્નામલાઈ, મનોજ તિવારી, વિષ્ણુદેવ સાઈ અને રત્નાકરને ગુજરાતમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક બનાવાયા છે.