ભાજપએ ઉમેદવારની 12 લોકોની ચોથી યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોના નામ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 166 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ 142 ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે આજે 12 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ
પાટણથી રાજુલ દેસાઈને ટિકિટ
કલોલથી બકાજી ઠાકોરને ટિકિટ
રાધનપુરથી લવીંગજી ઠાકોરને ટિકિટ
ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલને ટિકિટ
સયાજીગંજથી કેયુર રોકડિયાને ટિકિટ
પાવી જેતપુરથી જયંતીભાઈ રાઠવા
ઝાલોદથી મહેશ ભૂરિયાને ટિકિટ
મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ
પેટલાદથી કમલેશ પટેલને ટિકિટ
હિંમતનગરથી વી.ડી ઝાલાને ટિકિટ
વટવાથી બાબુસિંહ જાધવને ટિકિટ