આગામી પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 3 વિધાનસભાની બેઠકો માટે પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. બીજેપીએ હરિયાણાની આદમપુર, ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનનાથ અને તેલંગાણાની મુનુગોડે બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ ત્રણેય બેઠકો સહિત દેશભરમાં 7 વિધાનસભાની બેઠકો પર આગામી 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 6 નવેમ્બરના રોજ મત ગણતરી બાદ પેટા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.