ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના મોવડીમંડળે ૧૮૨ પૈકી ૧૬૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી ૮૩ અને બીજા તબક્કાની ૯૩ પૈકી ૭૭ બેઠકોના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે ૨૨ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ભાજપે જે યાદી જાહેર કરી છે તેમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરીથી ઘાટલોડિયાની બેઠક ફાળવી છે.