કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે CAGના રિપોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ સવાલોને નજરઅંદાજ કરવાની વાત કહેતા વ્યાપક તપાસની માંગ કરી છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દિક્ષિતે માંગ કરી છે કે, દારૂ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે. આટલું જ નહીં ભાજપ વિરુદ્ધ આપવામાં આવેલી લેખિત ફરિયાદની પણ તપાસ કરાવવામાં આવે.