Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપ દ્વારા આજે 8 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાનના 3 દિવસ પહેલાં ચૂંટણી માટેનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ, મંત્રી રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને થાવરચંદ ગેહલોત દ્વારા ઢંઢેરાની 50 પેજની પુસ્તિકા જાહેર કરવામાં આવી હતી. તેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે.

    -મોદી સરકારના 2014થી 2019ના વર્ષને દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે.

    - રાષ્ટ્રવાદ પ્રત્યે અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

    - રામમંદિર માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તમામ વિકલ્પો વિચારીને અમલ કરાશે.

    -આતંકવાદ સામે અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જ્યાં સુધી આતંકવાદનો ખાતમો નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ.

    -યૂનિફોર્મ સિવિલ કોર્ડને લાગુ કરશું. કાશ્મિર માટેની કલમ 370 અને 35-એને દૂર કરવાનો પ્રયાસ કરાશે.

    - દેશમાં વિકાસનું પૈડું ઝડપથી ફરી રહ્યું છે. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે.

    -આ સંકલ્પના નિર્ણયમાં જનભાગીદારીને સુનિશ્ચિત કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

    -4000થી વધારે વખત અમે ‘મન કી બાત’ના કાર્યક્રમ યોજ્યા છે.

    -અમે સોશિયલ મીડિયા દ્વારા પણ જનતાના મનની વાત સમજવાના પ્રયત્નો કર્યા છે.

    - એક લાખ સુધીના ક્રેડીટ કાર્ડ પર જે લોન મળે છે તેના પર પાંચ લાખ સુધી વ્યાજ લાગશે નહીં.

    - માત્ર નાના કે સિમાંત નહીં પણ હવે દરેક ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાનો લાભ મળશે.

    - દરેક ખેડૂતોને અને નાના દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા પણ આપવામાં આવશે.

    -રાષ્ટ્રીય વેપાર આયોગ પંચનું નિર્માણ કરવામાં આવશે.

    -સમગ્ર દેશમાં એક જ સાથે લોકસભા તેમજ રાજ્યસભાની ચૂંટણીનું આયોજન થાય તે માટે સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કરાશે.

    - 2014 સુધી દેશના ફક્ત 59 ગામડાઓ ઓપ્ટિકલ ફાયબરથી જોડાયેલા હતા પરંતુ આજે એક લાખ 16 હજાર ગામડાઓને ઓપ્ટિકલ ફાયબરના માધ્યમથી જોડવામાં આવ્યા છે.

    -વિશ્વમાં ભારતનું પ્રભુત્વ અને પ્રતિષ્ઠા જેટલી મોદી સરકારના નેતૃત્વમાં વધી છે તેટલી આજ પહેલા ક્યારેય વધી નથી.

    -આવાસ, શિક્ષણ, શૌચાલય વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓને દરેક ગરીબો સુધી પહોંચાડવાનો શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે.

    -પાટા પરથી ઉતરી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનું કામ મોદીની સરકારે કર્યું છે.

    -પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતે છઠ્ઠા નંબરનું સ્થાન મેળવ્યું છે.

    - ભ્રષ્ટાચાર અને કાળાનાણાંને રોકવા માટે ભાજપ સરકારે મહત્વના પગલાઓ ભર્યા છે.

    -યૂનિફોર્મ સિવિલ કોડ આજે પણ અમારી પ્રાથમિકતામાં છે અને અમે તેને લાગુ કરીશું.

    સિટિઝન એમેન્ડમેન્ટ બિલને અમે સંસદના બંને ગૃહમાં પાસ કરાવીશુ અને તેને લાગુ કરીશું. પરંતુ કોઈ પણ રાજ્યની સંસ્કૃતિ અને ભાષાની ઓળખને બચાવીશું.

    - 25 લાખ કરોડ રૂપિયા ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસના કામ માટે ખર્ચ કરવામાં આવશે.

    ખેડૂતોની આવક 2022 સુધીમાં અમે બમણી કરી દઈશું. 1 લાખ ધિરાણ પર 5 વર્ષ સુધી ઝીરો ટકા વ્યાજ.

    -આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ માટે અમે સંગ્રાહલય બનાવીશું.

    - પ્રત્યેક પરિવાર માટે પાકુ મકાન, એલપીજી સિલિન્ડર આપવામાં આવશે.

    -દરેક ઘરોને 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે.

    -2022 સુધીમાં જેટલા પણ રેલના પાટા છે તેને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. દરેક રેલ લાઈનને સંપૂર્ણ રીતે વિદ્યુતીકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

    -ડિજીટલ લેણ-દેણ વધારવામાં આવશે. સરકારી સેવાઓને ડિજીટલ બનાવવામાં આવશે.

    - મેનેજમેન્ટ સ્કૂલોમાં બેઠકોની સંખ્યા વધારવામાં આવશે, એન્જિનિયરિંગમાં અમે એક્સિલન્ટ સંસ્થાઓમાં અને કાયદાકીય કોલેજની બેઠકમાં પણ વધારો કરવામાં આવશે.

    - આતંક વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી રહેશે. ભારતમાં થતી ઘૂસણખોરી માટે અમે કડક પગલાં લઈશું.

    - આયુષ્માન ભારત અંર્તગત 1.25 લાખ હેલ્થ કેર સેન્ટર બનાવવામાં આવશે.

    ગરીબોને તેમના દરવાજા પર મેડિકલ સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. પ્રયત્ન કરવામાં આવશે કે દરેક 1400 દર્દીઓ વચ્ચે 1 ડોક્ટર મળી શકે.

    - સેનામાં મહિલાઓની ભાગીદારી વધી છે. હવે દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે.

    -સંવિધાન સંશોધનના આધારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

    -ઈઝી ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતની રેન્કમાં વધારે સુધારો કરવામાં આવશે.

    -નિકાસ બમણી કરવામાં આવશે. ઉદ્યોગો માટે વધારે સરળતા ઉભી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ