-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ઉમેદવારી નોંધાવી છે. વાયનાડની બેઠક પર વિરોધીઓ દ્વારા તેમના નામધારી અને ગાંધી અટકવાળા ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યાં છે. જેથી કેટલાક મતદારો નામ અને અટકમાં ગૂંચવાઇ જાય છે. અને રાહુલ રાજીવ ગાંધીને વોટ આપવાને બદલે ભળતા નામધારીને વોટ આપે અને કોંગ્રેસને ઓછા મતો મળે. કે.ઇ.રાહુલ ગાંધી, કે. રાઘુલ ગાંધી અને કે.એમ. શિવપ્રસાદ ગાંધી એમ 3 ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે અથવા તેમને ઉભા રહેવાની પ્રેરણા આપવામાં આવી છે. ગુજરાતમાં 1998માં રાજપાના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને હરાવવા ભાજપે પોતાના ઉમેદવાર શંકર ચૌધરી શંકર નામના અને વાઘેલા અટક હોય તેવા કેટલાક ઉમેદવારો પાસેથી પણ ઉમેદવારી કરાવી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની જીત થઇ હતી. રાધનપુરની એ જુની ટેકનિકનો રાહુલ ગાંધીની સામે વાયનાડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પરિણામ..? 23મી મેના રોજ.