મણિપુરમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે તેને ભાજપ સરકારની નિષ્ફળતા ગણાવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા મણિપુર પર શાસન કરવામાં સંપૂર્ણ અસમર્થતાનો મોડો સ્વીકાર કર્યો.'