કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં આવી જ એક મહાપંચાયતમાં ભાગ લેવા માટે આવ્યા હતા, આ પંચાયતને સંબોધ્યા બાદ જ્યારે તેઓ જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર અજાણ્યા શખ્સોએ પથૃથરમારો કર્યો હતો. જેને પગલે તેમની કારના કાચ ટુટી ગયા હતા.
આ ઘટના બાદ રાકેશ ટિકૈતે હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી. બીજી તરફ પોલીસે તુરંત કાર્યવાહી કરીને ચાર શખ્સોની આ કેસમાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે રાકેશ ટિકૈતનો કાફલો એક ગામમાં પહોંચ્યો ત્યારે પૂર્વાયોજીત હોય તેમ પહેલાથી જ તૈયાર એક ચોક્કસ ટોળાએ તેમની કાર પર પથૃથમારો કરી દીધો હતો.