બીજે મેડિકલ કોલેજ (B J Medical College)ના રેસિડન્ટ તબીબોએ સરકાર સામે પોતાની માંગણીઓ માટે ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. તબીબોએ સોમવારથી તમામ સેવાઓ જેમાં ઈમરજન્સી સેવાઓ પણ સામેલ છે તે સંપૂર્ણ બંધ કરવાની ચીમકી આપી છે.
બીજે મેડિકલ કોલેજ (B J Medical College)ના રેસિડન્ટ તબીબો દ્વારા સરકારને આ મામલે અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. તબીબોનું કહેવું છે કે 6 મહિના પહેલાં કરવામાં આવેલી માંગણીઓ હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. આ માંગણીઓમાં મુખ્યત્વે સ્ટાઈપેન્ડ વધારાની અવધિ દર 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાની બાબત પણ સામેલ છે, જેને લઈને રેસિડન્ટ તબીબોમાં રોષ છે.