બિટકોઇનમાં બુધવારે ઓલટાઇમ હાઈ સપાટી નોંધાઈ હતી. સોમવારે ૧૭ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવ્યા પછી બિટકોઇન બુધવારે છ ટકા જેવો ઊછળીને ૩૫,૮૪૨ ડોલર એટલે કે આશરે રૂ. ૨૬ લાખની ઊંચી સપાટી પર પહોંચી ગયો હતો. ૨૦૨૦ દરમિયાન આ ડિજિટલ કરન્સીના મૂલ્યમાં ચાર ગણો વધારો થયો હતો. બિટકોઈનના આ વધારા માટે અનેક પરિબળોને ટાંકવામાં આવી રહ્યાં છે જે દર્શાવે છે કે આ ચલણના મૂલ્યમાં મોટી વધઘટ જોવા મળી રહી છે તેના ચોક્કસ કારણો નોંધવા મુશ્કેલ છે. જેપી મોર્ગન ચેઝે બિટકોઇન માટે લાંબાગાળાની કિંમત ૧,૪૬,૦૦૦ ડોલર આંકી છે જેનું ભારતીય રૂપિયા પ્રમાણે મૂલ્ય આશરે રૂ. એક કરોડ થાય છે.