ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે 25થી 30 ટકા તૂટયા પછી આજે 17થી 18 ટકાનો પ્રત્યાઘાતી ભાવ ઉછાળો જોવા મળ્યો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. નીચા મથાળે બાઈંગ વધ્યું સામે નવી વેચવાલી પણ ધીમી પડયાના નિર્દેશો હતા.
ફેડરલ રિઝર્વ અમેરિકામાં આગળ ઉપર બોન્ડ બાઈંગમાં ઘટાડો કરશે તથા ત્યાં બેરોજગારીના દાવાઓ ઘટયાના નિર્દેશોની પણ બજાર પર આજે અસર વર્તાઈ રહી હતી. અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ઘટી 4 લાખ 44 હજાર આવ્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે ત્યાં જોબ માર્કેટ મજબુત બની રહ્યાના સંકેતો મળ્યા હતા.