અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં એક બિટકોઇન બ્રોકરે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ભરત પટેલ નામના બ્રોકરે પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે બ્રોકરે લખેલી સ્યુસાઇડ નોટમાં DySP ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
સ્યુસાઇડ નોટમાં DySP ચિરાગ સવાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. 11575 બિટકોઇનના હિસાબ બાબતે DySP ચિરાગ સવાણી ત્રાસ આપતાં હોવાનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
જોકે, DySP ચિરાગ સવાણીએ આ આરોપો નકાર્યા છે. જણાવી દઈએ કે રાણીપ પોલીસે ગુનો નોંધી સ્યુસાઇડ નોટ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.