દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ પણ તેના 8થી 10 હજાર કર્મચારીઓની છટણી કરે તેવી શકયતા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી નથી.
રિપોર્ટ મુજબ, કંપનીએ કેટેગરી હેડ મયંક શાહે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઓછી કિંમત પર વેચાનાર બિસ્કિટ પર લાગતો જીએસટી ઘટાડવામાં આવે. આ બિસ્કિટ સામાન્ય રીતે 5 રૂપિયા અને તેનાથી ઓછાના પેકમાં વેચાય છે. જોકે હવે સરકાર અમારી અપીલ માનશે નહિ તો અમારી પાસે 8,000થી 10,000 લોકોને નોકરીમાંથી કાઢવા સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે વેચાણમાં ઘટાડાની અમારી પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે.