દેશમાં પ્રથમ વખત ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી બાળકીને જન્મ આપનાર માતા મીનાક્ષીબહેન વાળંદે કહ્યું હતું કે, ‘દશેરાએ મને દીકરી જન્મી છે. મા અંબાએ મને આશીર્વાદ સ્વરૂપ ફળ આપ્યું છે.’ વડોદરાની આ મહિલાએ દશેરાનાં દિવસે બાળકીને જન્મ આપ્યો છે. ગઇકાલે રાત્રે ૧૨.૦૪ કલાકે મહિલાની ડિલિવરી કરવામાં આવી હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે, માતા અને બાળક બંને સ્વસ્થ છે.
૧૭ મહિના અગાઉ વડોદરાની મીનાક્ષી વાળંદને તેમની ૪૮ વર્ષીય માતા સવિતાબેને ગર્ભાશય ડોનેટ કર્યં હતું. દેશનો આ પ્રથમ બનાવ હતો જેમાં માતાએ પોતાની બાળકીને ગર્ભાશય ડોનેટ કર્યું હતું. મીનાક્ષીબહેનનું ઓપરેશન પુણેની ગેલેક્સી કેર હોસ્પિટલમાં ડો. શૈલેશ પુતાંબેકર અને તેમની ટીમે કર્યું હતું. ત્યાર બાદ સતત ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યા બાદ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટનાં ૩૪ અઠવાડિયા પછી એટલે કે ગઇકાલે મીનાક્ષીબહેનની ડિલિવરી કરવામાં આવી હતી. ડો. શૈલેશ પુતાંબેકરે જણાવ્યું હતું કે, શિશુનું વજન ૧,૪૫૦ ગ્રામ છે. બાળકી સ્વસ્થ છે અને હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. માતાનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ સતત વધી રહ્યું હતું. તપાસમાં પ્લેસેંટા (ભ્રૂણને ગર્ભાશય સાથે જોડતું અંગ) ભ્રૂણમાં ઝડપથી વિકસિત થઇ રહ્યું હતું. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં મહિલાને લેબર પેઇન થતું નથી તેથી સફળ રીતે ઓપરેશન કરવું પડકારરૂપ છે. આવામાં ૩૪ અઠવાડિયા ભ્રૂણનો વિકાસ થયા બાદ ડિલિવરી કરવામાં આવે છે.