કાનપુર પ્રાણી સંગ્રહાલયના પાણીના આઠ નમૂના બર્ડ ફ્લુ પોઝિટિવ આવ્યા છે. ભોપાલ ખાતેની નેશનલ ઇનસ્ટીટયુટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડીસીઝ ખાતે તમામ નમૂનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તે અરસામાં ગુરૂવારે પણ કાનપુર ઝુમાં વધુ સાત પ્રાણીના મૃત્યુ નોંધાયા હતા. કાનપુર ઝુના સહાયક નિયામકે જણાવ્યું હતું કે ભોપાલ લેબના અહેવાલ મુજબ પ્રાણી સંગ્રહાલયનું પાણી સંક્રમિત છે પરંતુ જમીનના નમૂનામાં સંક્રમણ સામે આવ્યું નથી.