દેશમાં હજુ કોરોના ગયો નથી ત્યાં બર્ડ ફ્લૂએ માથુ ઊંચક્યું છે અને રોજબરોજ બર્ડ ફ્લૂ(એવિયન ઇન્ફ્લૂએન્ઝા)નું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશના ૧૦ રાજ્યોમાં બર્ડ ફ્લૂ કન્ફર્મ થયો છે. તેમાં છેલ્લે પાટનગર દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો ઉમેરો થયો છે. નોંધનીય છે કે, દિલ્હી સરકારે કુલ ૧૦૯ સેમ્પલને ચકાસણી માટે મોકલ્યાં હતાં તેમાંથી આઠ પોઝિટિવ આવતાં સોમવારે સવારથી જ મયૂર વિહાર ફેઝ-૨માં આવેલા સંજય લેક પાર્કમાં જીવતા પક્ષીઓને તત્કાળ ખતમ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી અને સંજય લેક સહિત ઓછામાં ઓછા ચાર પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂનું સંકટ પ્રસર્યું હોવાનું જણાયું છે. કાનપુરના ઝૂમાં મરેલા પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ આવતાં લખનઉ સુધી તંત્ર દોડતું થયું છે. આ નવા ઘટનાક્રમને પગલે કાનપુર અને લખનઉ સહિતના ઝૂને લોકો માટે બંધ કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ પરભાણી, મુંબઈ, થાણે, બીડ અને ડેપોલીમાં વિવિધ પક્ષીના મોત માટે બર્ડ ફ્લૂ જવાબદાર હોવાનું સાબિત થયું છે.