અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધા છે. શહેરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ભોપાલની લેબ ખાતે મોકલાયા હતા. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલાના એક વિસ્તાર માંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં પશુપાલન વિભાગ દોડતું થયું છે. પશુપાલન વિભાગે પ્રભાવિત વિસ્તારમાં કામગીરી શરૂ દીધી છે. ઉલ્લેખનીય છે કે ખોરાક અને પાણીના કારણે અન્ય પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણે સંક્રમણ વધવાની ખૂબ શક્યતા રહેલી છે. જેને પગલે અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ નોટિફિકેશન બહાર પાડ્યું છે.