દેશના ઘણા વિસ્તારોમાં બર્ડ ફ્લૂ ફેલાવાના કારણે સરકારે તકેદારીમાં વધારો કર્યો છે. રાજસ્થાન અને એમપી પછી ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બર્ડ ફ્લૂના સંકટને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના નોઇડામાં એક આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર દહેરાદૂનમાં બે સ્થળ પર છ મરેલા કાગડા મળી આવ્યા હતા અને તે તમામને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, કે જેથી બર્ડ ફ્લૂને લગતી આશંકાને દૂર કરી શકાય. જો કે રિપોર્ટ ના આવે ત્યાં સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂ માટેની સાવચેતી લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના નોઇડામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાની હોસ્પિટલમાં છ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે દેશના લગભગ એક ડઝન રાજ્યોમાં બર્ડ ફ્લૂને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.