ચક્રવાતી તોફાન બિપારજોય ઝડપભેર ગંભીર ચક્રવાતી તોફાનમાં પલટાઈ રહ્યું છે. આથી કેરલમાં મોન્સૂનની શરૂઆત ધીમી થવા સંભાવના છે. આ માહિતી આપતાં પૂના સ્થિત મુખ્ય હવામાન કચેરી એ દિલ્હી સ્થિત તેની વિભાગીય ઓફીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં આવેલું આ પહેલું ચક્રવાતી તોફાન છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે આથી કેરલમાં વરસાદનો પ્રારંભ હળવો રહેશે. હવે તે તોફાન ઉત્તર તરફ આગળ વધી ગંભીર ચક્રવાતનું સ્વરૂપ લઇ શકે તેમ છે. તે પછી ત્રણ દીવસમાં તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ (નોર્થ-બાય-નોર્થ વેસ્ટ તરફ) આગળ વધશે અને ૧૨ જૂન સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમવા સંભવ છે. તેથી બંગાળના ઉપસાગરમાં તેમજ અરબી સમુદ્ર બંનેમાં ચક્રવાતો શરૂ થવાની ભીતિ છે.